ગુજરાત
News of Wednesday, 6th November 2019

અમદાવાદના બાવળા, ધોળકા, બગોદરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો: ધીમીધારે વરસાદ

વિરમગામ શહેર સહિત પંથકમાં મહા વાવાઝોડાની અસરે ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદના બાવળા, ધોળકા, બગોદરામાં પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

વિરમગામ શહેર સહિત પંથકમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના કેટલાક જીલ્લામાં મહા વાવાઝોડની અસર જોવા મળી હતી. જો કે મહાવાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે.

(11:10 pm IST)