ગાંધીનગરમાં સે-21માં મુખ્ય શોપિંગ સેન્ટરની પાછળના માર્ગની બિસ્માર હાલત: પાણીનો નિકાલ ન થતા ગંદકી ફેલાઈ: લોકોના સ્વાસ્થ્યને જોખમ
ગાંધીનગર:શહેરના સેક્ટર-૨૧માં આવેલા મુખ્ય શોપીંગ સેન્ટરમાં ચર્ચની પાછળ આવેલાં માર્ગની હાલત બિસ્માર બની જવાના કારણે અવર જવર કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો તાજેતરમાં થયેલા કમોસમી માવઠા બાદ વરસાદી પાણી ભરાઇ ગયા બાદ નિકાલ નહીં થતાં ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે આ માર્ગની આસપાસ આવેલી દુકાનોના વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં નગરજનોને પણ ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે.
પાટનગરના સેક્ટર-૨૧માં શાકમાર્કેટ તેમજ શોપીંગ સેન્ટરની વચ્ચે આવેલાં માર્ગ ઉપર મોટી સંખ્યામાં વિવિધ દુકાનો આવેલી છે. રોજના અસંખ્ય લોકો આ માર્કેટની મુલાકાતે આવે છે અને ઉત્સાહભેર ખરીદી પણ કરે છે. આ શોપીંગ સેન્ટરની પાસે આવેલા ચર્ચની પાછળના ભાગે આવેલો માર્ગ છેલ્લા ઘણા સમયથી રીનોવેશન નહીં થતાં ઉબડ ખાબડ બની ગયો છે.