News of Wednesday, 6th November 2019
બનાસકાંઠાના જીલ્લા સહકારી ધીરધાર અધિકારી ગોરધન જોષી ૨૨ હજારની લાંચ લેતાં ઝડપાયા
રાજકોટઃ ધીરધારનું લાયસન્સ ધરાવતાં એક નાગરિકને ત્યાં બનાસકાંઠાના જીલ્લા સહકારી ધીરધાર અધિકારીએ જઇ તમારા ચોપડામાં ઘણી ભુલો છે...તેમ કહી ચોપડા કબ્જે કરી એ પછી કાર્યવાહી થતી અટકાવવી હોય તો રૂ. ૨૨ હજાર આપવા પડશે તેમ કહી લાંચ માંગતા ફરિયાદીએ એસીબી બનાસકાંઠા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પીઆઇ કે. જે. પટેલ સહિતની ટીમે છટકુ ગોઠવી અધિકારીને રંગેહાથ લાંચ લેતા ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
(4:01 pm IST)