News of Tuesday, 6th November 2018
મહેમદાવાદ-નડિયાદ રોડ પર બે ગાડી સામ-સામે અથડાતા ગમખ્વાર અકસ્માત: ત્રણને ગંભીર ઇજા
મહેમદાવાદ:મહેમદાવાદ-નડિયાદ રોડ અંધેજ સીમમાં ગઈકાલે બે ગાડીઓ સામ સામે અથડાતા બંને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ અક્સ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મહેમદાવાદ નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા સમીર બીસ્મીલ્લા મલેક ગઈકાલે રાત્રે સેન્ટ્રો ગાડી નં. જીજે-૦૭ વીવી-૫૪૩૨ લઈને નડિયાદ-મહેમદાવાદ રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે અંધેજ સીમ નજીક સામેથી પૂરઝડપે આવેલ કાર નં. જીજે-૦૨ સીજી -૩૭૯૮ ધડાકાભેર કારની આગળ અથડાઈ હતી. જેથી બંને વાહનોને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં સમીર મલેક તથા અન્ય ગાડીનો ચાલક કાર મૂકી નાસી ગયો હતો.
આ બનાવ અંગે સમીર બીસ્મીલ્લા મલેકની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(6:10 pm IST)