ગુજરાત
News of Thursday, 6th October 2022

ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો ઝીકાયો

અમદાવાદ :વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ સગા-સબંધી, મિત્ર વર્તુળને રેલવે સ્ટેશને મુકવા-લેવા જતા લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે.

વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 100-150% વધતા હોય છે પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે.

 એક અહેવાલ અનુસાર ભારતીય રેલવેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ મુસાફર, એસી-2,3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ વધારી દેવાયુ છે.

(11:59 pm IST)