ગુજરાત
News of Thursday, 6th October 2022

સિધ્‍ધપુર : પાંચ યુવાનોએ પરિણીતાને ધમકાવીને આચર્યુ સામૂહિક દુષ્‍કર્મ

ભાંખરના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સિદ્ધપુર તા. ૬ : સિદ્ધપુરમાં ૨૫ વર્ષની એક પરિણાતાને ઊંઝાના બસ સ્‍ટેન્‍ડ પાસેથી ઓટોરિક્ષામાં ભાંખરી ગામમાં આવેલા સીમમાં ખેતરની ઓરડીમાં લઈ જઈને પાંચ વિધર્મી યુવકોએ સામુહિક દુષ્‍કર્મ આચર્યું હતુ. માહિતી પ્રમાણે પાંચ વિધર્મી યુવકોએ પરિણણીતા સાથે સામુહિક દુષ્‍કર્મ આચર્યું હતુ. પરિણીતાએ આરોપીઓના ચુંગાલમાંથી છૂટીને ઊંઝા પોલીસ મથકે ભાંખરના ૩ સામે નામજોગ સહિત કુલ ૫ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જાણાવ્‍યા પ્રમાણે, સિધ્‍ધપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા યુવતી તેના પતિથી હાલ અલગ રહે છે. માહિતી પ્રમાણે, તે મંગળવારે ઊંઝા બજારમાં જઈ રહી હતી. આ દરમિયાન બસ સ્‍ટેન્‍ડ નજીક ભાંખર ગામનો સૈયદ અમરૂદ્દિન નામનો પરિચિત યુવક મળ્‍યો હતો. ત્‍યારે તે યુવાન તેના બે મિત્રો સાથે આવીને રિક્ષામાં બેસાડીને દુષ્‍કર્મના ઈરાદે ભાંખર ગામની સીમની એક ઓરડીમાં લઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્‍યાં લઈ જઈને પરિણીતાને ધમકીઓ આપીને ત્રણેય યુવાનોએ વારફરતી દુષ્‍કર્મ આચર્યું હતુ. આ દરમિયાન બીજા બે યુવકોને બોલાવામાં આવ્‍યા હતા. જયારે આ બે યુવાનોએ પણ પરિણીતા સાથે દુષ્‍કર્મ આચર્યું હતું. આટલું સહ્યા બાદ સામુહિક દુષ્‍કર્મનો ભોગ બનેલી પરિણીતા નરાધમોના ચુંગાલમાંથી છટકવામાં સફળ થઇ હતી. જે બાદ તેણે હિંમત કરીને ઊંઝા પોલીસમાં દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ઊંઝા પોલીસ મથકમાં પી.આઈ કે.જે પટેલે પરિણીતાને સાંત્‍વના આપી હતી. જયારે તેમની આપવિતી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને ફરિયાદના આધારે ભાંખરના ત્રણ લોકો સામે નામ જોગ અને બીજા બે લોકો મળીને પાંચ લોકો સામે ગુનો નોંધ્‍યો છે. જયારે આ પાંચેય યુવાનોને શોધવા માટે પોલીસે બે ટીમો બનાવી છે. આ સમગ્ર માહિતી પી.આઈ કે.જે પટેલ દ્વારા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સામુહિક દુષ્‍કર્મનો ભોગ બનેલી પરિણીતા રાત્રે આરોપીઓની ચુંગાલમાંથી નાસી છૂટી હતી. ત્‍યારે પીછો કરી રહેલા પાંચે આરોપીઓથી બચવા તે અલગ અલગ ખેતરોમાં આખી રાત સંતાઈ રહી અને સવારે ઊંઝા પોલીસ મથકે પહોંચી હતી.

(10:48 am IST)