ગુજરાત
News of Sunday, 6th October 2019

કચ્છના લખપતની લક્કી ક્રિક પાસેથી BSF ને ડ્રગ્સ નું બિનવારસુ પેકેટ મળ્યું

(ભુજ) કચ્છની દરિયાઈ સીમાએ પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને બિનવારસુ પડેલું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટમાં ડ્રગ્સ હતું. અગાઉ પણ પોલીસ તથા BSF ને આ વિસ્તારમાંથી ડ્રગ્સ ના પેકેટ મળી આવ્યા હતા. ડ્રગ્સનું આ પેકેટ જુન મહિનામા જખૌ નજીક થી કોસ્ટગાર્ડે પકડેલી અલમદ્દીન બોટમાંથી ફેંકાયેલા ડ્રગ્સના જથ્થા પૈકીનું હોવાનું અનુમાન છે.

(11:41 pm IST)