ગુજરાત
News of Sunday, 6th October 2019

સુરતના વરાછામાં માં ઉમિયાજીની મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટયા : 40 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવ્યા : ભક્તિ અને શક્તિનો અદભુત સંગમ

ગુજરાત સહીત અન્ય રાજ્યોમાંથી પણ પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

સુરતના વરાછામાં નવરાત્રીની આઠમ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. રાત્રે નવ વાગ્યે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાઆરતીમાં હજોરો શ્રદ્ધાળુઓએ હાથમાં દીવડા લઈ માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

ઉમિયા માતા કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. વરાછામાં આવેલા આ મંદિરમાં છેલ્લા 26 વર્ષથી દર વર્ષે આસો નવરાત્રીની આઠમની સંધ્યાએ આ રીતે મહાઆરતી થાય છે. 40  હજારથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા. આ મહાઆરતી સમયે શક્તિ અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો

(11:33 pm IST)