ગુજરાત
News of Sunday, 6th October 2019

અમદાવાદ ભાડજમાં ટ્રેલર હડફેટે એકટીવા ટકરાતા ૩ યુવકોનાં મોત

અમદાવાદ : શહેરનાં (Ahmedabad) ભાડજ વિસ્તારમાં ટ્રેલરનો પાછળનો ભાગ એક્ટિવાને વાગતા ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે. જેમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રેલરની ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું

આ મામલે મળતી માહિતી પ્રમાણે મેમનગર સુખીપુરા પાણીની ટાંકી પાસે રહેતા અર્જુનભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે પરમદિવસે રાતે રકનપુર ગામથી પરત આવતા તેમના પિતરાઇ ભાઇ કરણજી ઠાકોર એક્ટિવા ચલવાતા હતા. તેમની પાછળ નરેશ વસાવા અને રાજેશ પટેલ તેમજ ફરિયાદી પણ બેઠા હતા. તેઓ રાતે આઠ વાગે ભાડજથી આવતા હતા.

આ દરમિયાન સંગાથ પાર્ટી પ્લોટ નજીક ટ્રેલર આવી જતા જમણી બાજુથી સાઇડ કાપીને ટ્રેલરની આગળ જતા તેનો પાછળનાં ભાગે એક્ટિવાને ટક્કર વાગી હતી. આ ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું હતું.

(3:20 pm IST)