ગુજરાત
News of Sunday, 6th October 2019

દશેરા પહેલા વડોદરામાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા

મીઠાઈ-ફરસાણ અને સામગ્રી સહીત 17 નમૂના લીધા : છ વેપારીઓને નોટિસ ફટકારી

વડોદરા : તહેવારોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. દશેરા પૂર્વે શહેરની મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડી તવાઈ બોલાવીછે

   શહેરના માંજલપુર, વારસિયા, સયાજીગંજ, કડકબજાર અને માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ લાગતી મીઠાઈ, ફાફડા, જલેબી અને રો મટીરીયલ સહિત 17 નમૂના લીધા હતા. 6 વેપારીઓને નોટિસ પણ ફટકારી.હતી

   બીજી તરફ લોકો 5 દિવસ અગાઉ ગાઠીયા પાર્સલ કરીને રાખે છે. જેને લઈને પણ બીમારી થવાની સંભાવના છે.  દર વર્ષે આરોગ્ય વિભાગ હજારો કિલોના અખાદ્ય જથ્થાનો નાશ કરે છે. ત્યારે તહેવારની આડમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવે છે તેનાથી ચેતવું જરૂરી છે.

(10:27 pm IST)