ગુજરાત
News of Sunday, 6th October 2019

પાટણ માર્કેટમાં કપાસ ખરીદીની શરૂઆત: પ્રથમ દિવસે 800 મણની ખરીદી કરાઈ

કપાસ ભેજવાળો આવતા ભાવ મણના 700 થી 1051 સુધીના રહ્યા

પાટણ :  કપાસનું ઉત્પાદન શરૂ થઈ જતાં પાટણ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીના શ્રી ગણેશ કરાયા હતા પ્રથમ દિવસે જ 800 મણ કપાસની ખરીદી કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે કપાસ ભેજવાળો આવતો હોવાથી ભાવ મણ ના રૂપિયા 700 થી 1051 સુધીના રહ્યા હતા.

પાટણ જિલ્લામાં 43000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે પરંતુ પાછોતરા વરસાદે કપાસનો પાક બગાડતા ગુણવત્તા પર માઠી અસર થઇ છે પાટણ માર્કેટયાર્ડમાં  કપાસની ખરીદી શરૂ થતા પ્રથમ દિવસે જ 800 મણ કપાસ નું વેચાણ થતા છેલ્લા બે માસથી મંદ ગતિએ ચાલતા માર્કેટમાં એકાએક ધમધમાટ શરૂ થયો હતો મણના ભાવરૂ.700 થી1051 સુધીના પડ્યા હતા પરંતુ મોટા ભાગના જથ્થાનો સરેરાશ ભાવ રૂ.700 થી850 સુધી રહ્યો હતો. દિવાળી આસપાસ માર્કેટમાં કપાસના જથ્થાનું પ્રમાણ વધશે અને ભાવ પણ વધવાના અણસાર મળી રહ્યા છે.

(10:18 pm IST)