ગુજરાત
News of Friday, 6th September 2019

અમરાઈવાડી બાદ જમાલપુર ખાતે મકાનો હિસ્સો ધરાશાયી

બે દિવસમાં ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા : અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચનો થયો : દરિયાપુરમાં પણ મકાન ધરાશયી

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં વરસાદી માહોેલમાં ખુબ જુના મકાનો તુટી પડવાનો સિલસિલોે જારી રહ્યો છે. અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન તુટી પડ્યા બાદ આજે શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ એક જર્જરીત મકાન તુટી પડતા સકચાર મચી ગઈ હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની ન થતા તંત્રને રાહત થઈ છે. બીજી બાજુ અમરાવાડીની ઘટનામાં મોતનો આંકડો વધીને પાંચ ઉપર પહોંચી ગયો છે. આજે વધુ એકનું મોત થયું હતું. અમરાઈવાડીમાં માળનું મકાન ધરાશાયી થતાં ત્રણના મોત થયા હતા. તો એ પછી દરિયાપુરનાં કોટની રાગ વિસ્તારમાં પણ ત્રણ માળનું જર્જરિત બંધ મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો, ત્યાં આજે શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાન ધરાશયી થતાં શહેરમાં એક પછી એક મકાનો ધરાશયી થઇ રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે હવે જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

          બીજીબાજુ, શહેરના કોટ વિસ્તારમાં રહેતા લોકોમાં પણ હવે અમયુકો દ્વારા શહેરના જૂના અને જર્જરિત મકાનોનો સર્વે કરી તે પૈકી જે મકાનો જોખમી અને ભયજનક મકાનો હોય તેને ઉતારી લેવા સહિતના અન્ય વૈકલ્પિક પગલાં લેવા પણ માંગણી ઉઠી રહી છે. ગઇકાલે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલી બંગલાવાળી ચાલીમાં ત્રણ માળનું ૭૨ વર્ષ જૂનું મકાન ગઇકાલે બપોરે બે વાગ્યાની આસપાસ ધરાશયી થતાં બે મહિલા અને એક પુરુષ સહિત ચારનાં મોત થયા હતા. મોડી રાત્રે વધુ એક મૃતદેહ મળતા હવે મૃત્યુઆંક આ દુર્ઘટનામાં પાંચનો થયો છે. જ્યારે આઠ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અત્યંત સાંકડી ગલીમાં આ મકાન આવેલુ હોવાથી રેસ્કયૂ માટે ફાયરના ૬૦ જવાનો સ્લેબ કટર સાથે મેન્યુઅલી કામે લાગ્યા હતા. મોડી રાત્રે ૧૧ કલાક સુધી ચાલેલી રેસ્કયૂ કામગીરીમાં ફાયરે કુલ ચાર મૃતદેહ બહાર કાઢયા હતા. તો, દરિયાપુરના કોટની રાગ વિસ્તારમાં પણ ત્રણ માળનુ મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી હતી, જયારે આજે શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ એક જર્જરિત મકાન ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મકાન પાસે નીચે પાર્ક કરેલી રિક્ષા પર કાટમાળ પડતાં તેને નુકસાન થયું હતું. એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એએમસીની ટીમે આસપાસનાં વિસ્તારને કોર્ડન કર્યો હતો અને હાલ લોકોને ત્યાં નહી જવા સૂચના આપી હતી.

મકાન ધરાશાયી થયું....

અમદાવાદ શહેરમાં વરસાદી માહોેલમાં ખુબ જુના મકાનો તુટી પડવાનો સિલસિલોે જારી રહ્યો છે. અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન તુટી પડ્યા બાદ આજે શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ એક જર્જરીત મકાન તુટી પડતા સકચાર મચી ગઈ હતી. મકાનો ધરાશાયી થવાનો સિલસિલો જારી રહ્યો છે. ઘટનાઓના દોર નીચે મુજબ છે.

*   અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસમાં મકાનો ધરાશાયી થવાનવો ત્રણથી વધુ બનાવો બની ગયા

*   અમરાઈવાડી બનાવના એક દિવસ બાદ જ જમાલપુરમાં મકાનનો હિસ્સો ધરાશાયી થયો

*   શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટનામાં મોતનો આંકડો વધીને પાંચ થયો

*   વરસાદી માહોલમાં ખુબ જુના મકાનોને લઈને સાવધાની રાખવાની જરૂર છે

*   ખુબ જુના અને જર્જરીત મકાનોને ઉતારી દેવાની જરૂર દેખાઈ રહી છે

*   જમાલપુર દુર્ઘટનામાં જાનહાની ટળતા તંત્રએ રાહત અનુભવી

*   કોર્પોરેશનને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવાની જરૂ

(8:34 pm IST)