ગુજરાત
News of Friday, 6th September 2019

આણંદની ગણેશ ચોકડી નજીક સવારના સુમારે યુવાનને રિક્ષામાં બેસાડી જબરદસ્તી અપહરણ કરનાર ત્રણ શખ્સની રંગે હાથે ધરપકડ

આણંદ:શહેરની ગણેશ ચોકડી પાસેથી ગઈકાલે વહેલી સવારના સુમારે એક યુવાનનું રીક્ષામાં જબરજસ્તીથી અપહરણ કરીને વડોદરા લઈ જઈને લાકડાના ડંડાથી માર મારનાર વસીમભાઈ શેખ, ગૌરીબેન મારવાડી અને અજયભાઈ મારવાડીને શહેર પોલીસે ઝડપી પાડીને અપહૃુતને હેમખેમ છોડાવી લીધો હતો.

પોલીસે ગુનામાં વપરાયેલી રીક્ષા તેમજ મોબાઈલ ફોનો કબજે લઈને આજે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો

(5:52 pm IST)