ગુજરાત
News of Thursday, 6th September 2018

કઠલાલના પોરડામાં પોલીસે દરોડા પાડી નબીરાઓને બે લકઝરી ગાડી સહીત 9 લાખની મતા સાથે દબોચ્યા

કઠલાલ:કઠલાલ-કપડવંજ ડિવિઝન સ્કવોર્ડે કઠલાલ તાલુકાના પોરડા ગામે જુગાર રમતા નબીરાઓને બે લક્ઝુરીયસ ગાડી સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો, દાવ પર તેમજ અંગજડતીમાંથી રોકડ, મોબાઈલ તેમજ બે કાર મળી કુલ રૂા. ૯,૪૬,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. 

 


પોરડા ગામે રાત્રિના અઢી વાગ્યાના સુમારે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર કપડવંજ ડિવિઝન સ્કવોર્ડની ટીમે દરોડો પાડ્યો હતો. પત્તા પાનાનો જુગાર રમતા બાબુભાઈ નાગરભાઈ પરમાર, મહેશભાઈ રમણભાઈ બારૈયા, વિજયભાઈ ગોતાભાઈ રાઠોડ,વિપુલ કાંતીભાઈ ભટ્ટ, કલ્પેશ સુભાષભાઈ બારૈયા, અનિલ રમણભાઈ બારૈયાની અંગઝડતીમાં રૂ.રર૯૩૦ તેમજ પોલીસ જુગાર રમવાના સાધનો પત્તા પાના, દાવ ઉપરથી રૂા. ૨૧૪૦,મોબાઈલ નં.૬ રૂા. ૧૧૮૦૦ તથા મારૂતીઈકો રૂા. ૪ લાખની તેમજ સેવરીલેટ ગાડી રૂા.પ લાખની મળી કુલ રૂા. ૯,૪૬,૯૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે કઠલાલ પોલીસે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

(4:48 pm IST)