ગુજરાત
News of Saturday, 6th August 2022

રાજપીપળા સખી વન સ્ટોપ સેન્ટરને ત્રણ વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરી અને આદર્શ નિવાસી શાળામાં જાણકારી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ પુરસ્કૃત અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ૦૧ ઓગષ્ટ ૨૦૧૯ થી  સખી વન સ્ટોપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી જેમાં હિંસા અસરગ્રસ્ત મહિલા / કિશોરીને એક જ સ્થળેથી જરૂર હોય તેવી તમામ સુવિધાઓ જેવી કે તબીબી સહાય , પરામર્શકાયદાકીય સહાય , પોલીસ સહાય , હંગામી ધોરણે આશ્રયની સેવાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.હિંસા અસરગ્રસ્ત મહિલા / કિશોરી ઓને ૨૪ × ૭ કલાક નિ : શુલ્ક સેવા આપવામાં આવે છે તા .૦૧ ઓગસ્ટનાં રોજ સખી " વન સ્ટોપ સેન્ટરને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા સખી વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારી દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકાર દ્વારા જરૂતિયાત મંદ લાભાર્થી સેન્ટરનો વધુમાં વધુ લાભ લઈ શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેન્ટર દ્વારા આજ દિન સુધીમાં હિંસા અસરગ્રસ્ત મહિલા, કિશોરીઓનાં ૧૩૭ જેટલાં કેસોના તેમની સમસ્યાનું સમાધાન કરી પુન : સ્થાપન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ તા. ૦૨ ઓગસ્ટના રોજ "નારી વંદન ઉત્સવ"અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' દિવસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણી નિમિત્તે આદર્શ નિવાસી શાળમાં અભ્યાસ કરતી કિશોરીઓને મહિલા સહાયતા કેન્દ્ર,અભયમ,"સખી"વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા"સખી" વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે તેમજ મહિલાલક્ષી અન્ય યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી પત્રિકાઓ વિતરણ કરાઈ હતી

(10:34 pm IST)