સુરતના કામરેજ વિસ્તારમાં વહેલી સવારે બે ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર-ક્લીનર ઈજાગ્રસ્ત
સુરત: કામરેજ રોડ ઉપર આજે વહેલી સવારે કોલસા ભરેલી ટ્રક સાથે પુરપાટ હંકારેલી અન્ય ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજા પામેલા ડ્રાઇવર અને ક્લીનરને ફાયર જવાનોએ જહેમત ઉઠાવીને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કામરેજ રોડ વલથાણ પાટીયા થી ઉભેંર તરફ જતા રોડ પર આજે સવારે કોલસા ભરેલી ટ્રક ઉભી હતી. તે સમયે પુરપાટ હંકારેલી કોઇલની ટ્રકના ચાલકે ઉભેલી ટ્રકાની પાછળા ભાગે અથડાવતા જોરદાર આવજ આવ્યો હતો. જોકે કોઇલની ટ્રકના કેબીનનો ભાગ દબાઇ ગયો હતો. જેમાં ટ્રક ચાલક જમસેદખાન મેવાડ (ઉ-વ-૩૯)નો એક પગ અને કલીનર વજીમ મેવાડ (ઉ-વ-૨૩)નો પણ પગમાં ઇજા થઇ હતી અને બંને જણા ટ્રકની કેબીનમાં ફસાયા હતા. અકસ્માતના લીધે અહી ટોળું થઇ ગયું હતું. કામરેજ ફાયર સ્ટેશને જાણ થતા લાશ્કરોએ પહોંચીને કેબીનના દબાઇ ગયેલા ભાગને અન્ય ટ્રક સાથે બાંધીને ખેંચ્યો હતો. અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી ઇજાની સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા એમ ફાયર ઓફિસર પ્રવિણ પટેલે જણાવ્યું હતું.