ગુજરાત
News of Thursday, 6th August 2020

રાજયના ૧૮૪ તાલુકાઓમાં હેત વરસાવતા મેઘરાજાઃ ડોલવણ ૩.૫ ઇંચ... જાફરાબાદ, વાંસદા અને તારાપુર ૩ ઇંચ વરસાદ

સવારે પણ અમુક જગ્યાએ ચાલુઃ ઉકાઇડેમની જળ સપાટી ૩૨૭ ફુટે પહોંચી

 વાપીઃ  તા.૬,   હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદ ની આગાહી વચ્ચે રાજય ના ૧૮૪ તાલુકાઓમાં મેદ્યરાજા આજે સવારથી વરસી રહ્યા છે.     ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઇ રાત્રી ના ૮ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના    મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...ડોલવણ  ૮૫ મીમી,જાફરાબાદ ૭૫ મીમી,વાંસદા ૭૩ મીમી,તારાપુર ૭૦ મીમી,માંગરોળ ૫૯ મીમી, માણાવદર ૫૮ મીમી,વલસાડ ૫૬ મીમી,ગઢડા અને વેરાવળ ૫૪-૫૪ મીમી,ભાવનગર ૫૨ મીમી,મહુવા ૫૦ મીમી,ધાનેરા –વિસાવદર અને પારડી ૪૮-૪૮ મીમી,રાજુલા ૪૫ મીમી,સાવરકુંડલા અને ગણદેવી ૪૪-૪૪ મીમી,અમરેલી ૪૨ મીમી,ખંભાત અને બાયડ ૪૦-૪૦ મીમી વરસાદ નોંધાયો છે  આ ઉપરાંત પ્રાંતિજ ૩૯ મીમી,ધોરાજી ૩૮ મીમી,નવસારી અને ભેસાણ ૩૭-૩૭ મીમી, વાડિયા અને લીંબડી ૩૬-૩૬ મીમી, કડાના ૩૫ મીમી, જેતપુર-પાવી, કલોલ અને સુત્રાપાડા અને કુકરમુંડા ૩૪-૩૪ મીમી, બરવાળા, હળવદ, રાણાવાવ અને ઉમરગામ ૩૩-૩૩ મીમી વરસાદ નોંધાયો છે.    જયારે લુણાવાડા ,મહુવા અને ધરમપુર ૩૧-૩૧ મીમી,વઢવાણ ૩૦ મીમી,લખતર ૨૯ મીમી,જેતપુર અને વાપી ૨૮ મીમી, લીમખેડા, હારીજ અને કુતીયાણા ૨૭-૨૭ મીમી, સોજીત્રા, કપડવંજ અને સિદ્ઘપુર ૨૬-૨૬ મીમી ,વધઈ ,બાલાસિનોર અને જલાલપોર અને વિજયનગર ૨૫-૨૫ મીમી, ઉના ૨૩ મીમી, કપરાડા ૨૨ મીમી,બાવળા, ફથેપુરા અને ધાંગધ્રા ૨૧-૨૧ મીમી, કોડીનાર અને ચાણસ્મા ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે       આ ઉપરાંત રાજયના અન્ય ૧૨૪ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૧૯ મીમી સુધી નો હળવો  વરસાદ નોંધાયો છે. દક્ષીણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી સાંજે ૮ કલાકે ૩૨૭.૦૫ ફૂટે પોહોંચી છે.

(1:35 pm IST)