ગુજરાત
News of Wednesday, 6th July 2022

માંગરોલ ગામે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મંત્રી જીતુભાઇ ચૌધરીએ“વંદે ગુજરાત વિકાસયાત્રા” રથને ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન

અંદાજે રૂા.૧૮ લાખના ખર્ચના વિવિધ યોજનાકીય વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હૂતની કરાયેલી ઘોષણા :મંત્રી જીતુભાઇ ચૌધરી સહિતના મહાનુભાવોના હસ્તે PMJAY-માં યોજના તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક લાભોનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક એમ.એચ. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોડ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ,  તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વસાવા, નાંદોદના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી આર.એન. રાઠવા, તાલુકા પંચાયતના સભ્ય અશ્વિનીબેન વસાવા, માંગરોલ ગામના સરપંચ સંગીતાબેન તડવી, ઉપસરપંચ જયાબેન ગોસાઇ, જિલ્લા અગ્રણી વિક્રમભાઇ તડવી, નર્મદા કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી-મંત્રી મહેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતની માંગરોલ બેઠકમાં સમાવિષ્ટ વિવિધ ગામોના સરપંચો, આગેવાનો, ગ્રામજનો, વિવિધ યોજનાકીય લાભાર્થીઓ સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ વગેરેની જંગી જનમેદની ઉપસ્થિતિમાં ૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસ “વંદે ગુજરાત વિકાસયાત્રા” ના જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમને દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

 આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા રથને કુમકુમ તિલક સાથે તેનું સામૈયુ-સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી સહિતના અન્ય મહાનુભાવોએ “વંદે ગુજરાત વિકાસયાત્રા” રથને ઝંડી ફરકાવીને આ વિકાસયાત્રાને ખૂલ્લી મૂકી હતી. તદ્ઉપરાંત વન વિભાગના વૃક્ષ રથને પણ ઝંડી ફરકાવીને  તેનું પ્રસ્થાન કરાવ્યું હતું  કોલેજ સંકુલમાં મંત્રીશ્રી ચૌધરી સહિતના મહાનુભાવોએ  વૃક્ષારોપણ કર્યું હતું. માંગરોલ ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાના વધામણા માટે પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ છવાયેલો જણાતો હતો

(10:20 pm IST)