ગુજરાત
News of Friday, 6th July 2018

ચિલોડા પોલીસે ચંદ્રોલા નજીકથી લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતો 15.16લાખનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાંથી ડ્રાઈવર અને કલીનર દ્વારા વિદેશી દારૃનું પાર્સલ કોઈ શખ્સને આપવા જાય તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા હતા. દારૃ અને બસ મળી કુલ ૧૫.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યારે બુટલેગરો પોલીસથી બચવા માટે લકઝરી બસમાં પાર્સલના નામે વિદેશી દારૃનો જથ્થો મોકલી રહયા છે. જેના પગલે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસ આરજે-૧ર-પીએ-૧૧પપ માં ડ્રાઈવર અને ક્લીનર દ્વારા પાર્સલમાં વિદેશી દારૃ રાખવામાં આવે છે અને જે ચિલોડા નજીક ક્રિષ્ના હોસ્પિટલ પાસે એક ઈસમને આપવાનો છે જે બાતમીના આધારે આ બસનો પીછો કર્યો હતો અને ડ્રાઈવર અને ક્લીનર પાર્સલ આપે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

(5:21 pm IST)