મહેમદાવાદ પોલીસે દેવકીવણસોલની સીમમાં દરોડા પાડી 1.62 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી
મહેમદાવાદ: પોલીસે દેવકીવણસોલ સીમમાં દરોડો પાડી ટેમ્પામાંથી વિદેશી દારૂ ઉતારતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે પીકઅપ ડાલુ તેમજ વિદેશી દારૂ રૂપિયા ૧,૬૨,૦૦૦નો મળી કુલ રૂપિયા ૬,૧૨,૭૦૦ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ઘરી છે.
મહેમદાવાદ પોલીસ આજે સવારે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે દેવકીવણસોલ સીમમાંથી સિંદુરીમાતાના મંદિર પાસે ચરામાં પીકઅપ ડાલુ ટેમ્પા નં. જીજે-૦૧ સીએક્ષ- ૨૪૦૨માંથી ટેમ્પો ડ્રાઈવર વિદેશી દારૂની પેટીઓ ઉતારે છે. જેથી પોલીસે રેઈડ કરતા એક ઈસમ ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ નં. ૧૨૯૬ કિંમત રૂપિયા ૧,૬૨,૦૦૦નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા હીરસીંગ જુગારસીંગ રાજપુરોહિત (રહે. ગામડી, આણંદ મૂ.મહેસાણા, બાડમેર રાજસ્થાન) જ્યારે ભાગી ગયેલ ઈસમ તુલસારામ હુકાની મારવાડી (રહે. દેવકી વણોસલ) નાસી ગયો હતો.
પોલીસે વિદેશી દારૂ તથા ટેમ્પો રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૭૦૦ મળી કુલ રૂપિયા ૬,૧૨,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી નાસી ગયેલ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.