ગુજરાત
News of Friday, 6th July 2018

ભરૂચના ભાડભૂત ગામે મહિલા સરપંચ અને તેના પરિવાર પર હુમલો

મચ્છીની વખારો કેમ બંધ કરવો છો તેમ કહીને લાકડાના સપાટાથી માર માર્યો

ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામેં મહિલા સરપંચ સરોજ પ્રવીણ ટંડેલ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્રાવા આ વર્ષે ભારેશ્વર મહાદેવના મંદિરનો મહિમા અને ગામ વિકાસના અર્થે રસ્તા પરથી મચ્છીની વખારો દૂર કરવામાં આવી હતી. જેનું ઉપરાણું લઈને ગામના ચીમન ગોવિંદ ટંડેલ દ્વારા કેમ વખારો બંધ કરાવી છે તેમ કહી આજ રોજ બપોરના સમયે સરપંચ સરોજ પ્રવીણ ટંડેલના ઘરે કાલિદાસ બચુ માછી કે જે અરૂણા ચીમન ટંડેલનો ભાઈ થતો હોઈ તણે લાકડાના સપાટા સાથે હુમલો કર્યો હતો.

કાલિદાસે ગાળો બોલી સાથે દીક્ષિત ચીમન ટંડેલ, આલોક ચીમન ટંડેલ, ચીમન ગોવિંદ ટંડેલ, તથા અરૂણા ચીમન ટંડેલનાઓ ભેગા મળીને સરપંચના ઘરે પ્રવીણ નરસિંહ ટંડેલ, કશ્યપ પ્રવીણ ટંડેલ પર હુમલો કર્યો હતો. જેમાં લાકડાંના સપાટા મારતાં પ્રવીણ ટંડેલને હાથે-પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

  સમગ્ર મારા મારીની ઘટના સરપંચના ઘરમાં રાખેલા સીસીટીવી કેમરાઓમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પ્રવીણ ટંડેલ દ્રારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે

(9:19 am IST)