ગુજરાત
News of Saturday, 6th June 2020

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો: સપાટી 124, 48 મીટરે પહોંચી : 45000 ક્યૂસેક પાણીની આવક

ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી પહોંચ્યું

રાજપીપળા: હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ 124.48 મીટરે સપાટીએ પહોંચી છે.એમ કહી શકાય કે ચોમાસાની શરૂઆતમા નર્મદા બંધ ઉંચી સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા એમાંથી ડિસ્ચાજ પાણી સીધુ સરદાર સરોવરમાં આવી રહ્યું છે.એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

હાલ નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે.આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે.હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવે છે.એટલે સાચા અર્થમાં નર્મદા બંધ રાજ્યની જીવાદોરી સાકાર થઇ છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ 124.48 મીટરે પહોંચી છે.એમ કહી શકાય કે ચોમાસાની શરૂઆતમાં નર્મદા ડેમ સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ સરદાર સરોવર ડેમમાં 45000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

(8:05 pm IST)