ગુજરાત
News of Friday, 5th June 2020

વરસાદ સાથે વાવાઝોડુ: બોડેલી નજીક અનેક વૃક્ષો ધરાશાયી:કાર ચાલકનું મોત

ઈકકો કાર પર ઝાડ પડતાં ચાલક દબાઈ જતા મોત

બોડેલી ડભોઈ મેઈન હાઇવે પર સેંકડો વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનો દબાયા છે. વડોદરાથી બોડેલી ખબર જોવા આવેલા પરિવારની ઈકકો કાર પર ઝાડ પડતાં ચાલક દબાઈ ગયો હતો. કાર ચાલકને સ્થાનિકોએ રેસક્યું કરી બહાર કાઢ્યો પરંતુ ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું

બોડેલી પંથકમાં વરસાદ સાથે વાવાઝોડુ ફૂકાતા સેંકડો વૃક્ષો ધરાશાયી થયા જેને લઈ કેટલાક વાહનો પર વૃક્ષો પડતાં વાહનો દબાઈ ગયા જેમાં એક ઈકકો કાર ચાલક દબાઈ જતાં ઘટના સ્થળે જ તેનુ મોત નીપજયું હતું જ્યારે ઈકકોમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો

બપોરના ના સાડા ત્રણ વાગ્યા ના અરસામાં વરસાદ સાથે વાવાઝોડું ફૂકાતા બોડેલી ના સાલપુરા ગામ પાસે અનેક વૃક્ષો ધરાશાયી થયા જેમાં કેટલાક વાહનો દબાઈ ગયા હતા જેમાં વડોદરાથી બોડેલી ઈકકો લઈ ને પોતાના સગાને ત્યાં ખબર જોવા આવેલા દિલિપ સિહ સિંધા ની ઈકકો ગાડી પર અચાનક વૃક્ષ પડતાં કાર નો આગળનો ભાગ નો ખુરદો બોલાઈ ગયો હતો જેમાં કાર ના આગળના ભાગે વૃક્ષ પડતાં કાર ચાલક હરિસ વાઘેલા દબાઈ ગયો હતો

સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં ત્રણ 108 , બોડેલી મામલતદાર ગોપાલ હરદાસની , બોડેલી PSI એ.એસ સરવૈયા , વન વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈકકો કાર પર પડેલા મસ મોટા વૃક્ષને હટાવવાની રેસક્યું કરી કામગીરી હાથ ધરી ચાલક ને બહાર કાઢ્યો હતો પરંતુ કાર ચાલક હરીશ વાઘેલા ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું

(12:36 am IST)