ગુજરાત
News of Thursday, 6th June 2019

પાલનપુરના હાથીદ્વા નજીક એસ,ટી, બસ અને બાઈક વચ્ચે અકસ્માત: યુવાનનું કરૂણમોત :બે મહિલાને ઇજા

ઘરે લગ્નનો પ્રસંગ હોવાથી બાઈક પર પાલનપુર ખરીદી કરી પરત ફરતા અકસ્માત નડ્યો

 

પાલનપુર તાલુકાના હાથીદ્વા ગામ પાસે બાઈક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર યુવકનું મોત નિપજ્યું હતુ. જયારે બાઈક સવાર બે મહીલાઓને ઈજાઓ થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

   પાલનપુર તાલુકાના હાથીદ્વા ગામના ડાભી પરિવારને ઘરે લગ્નનો પ્રસંગ હોવાથી બાઈક પર પાલનપુર ખરીદી કરવા માટે આવ્યા હતા. તેઓ ખરીદી કરીને ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે હાથીદ્વા ગામ નજીક બાઈક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં હાથિદ્રા ગામના 17 વર્ષીય બાવનસિંહ દેવુસિંહ ડાભીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જયારે 20 વર્ષીય મધુબા દેવુસિંહ ડાભી અને 22 વર્ષીય કંકુબા સારદુસિંહ ડાભી ઘાયલ થયા હતા. જેના પગલે ઘટના જેઓને 108 મારફતે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(11:05 pm IST)