ગુજરાત
News of Thursday, 6th June 2019

થરાદ નજીક પોલીસે રણ વિસ્તારમાં લારીમાંથી 336 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

થરાદ:રાજસ્થાન બોર્ડર વિસ્તારમાંથી ગુજરાત દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. જેમાં બુટલેગરો અલગ અલગ કિમીયાઓ અપનાવી દારૃ ઘુસાડતા હોય છે. જ્યારે બુધવારે માવસરી પસ્લિસ સ્ટેશનના પીએસઆઇ એલ.જી.નકુલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંટ લારી નં અંદર ટોપલાંમાં સંતાડીને વિદેશી દારૃ લવાઇ રહ્યો છે. 

 હકીકત મુજબ દૈયપના રણ વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન ચતરાભાઇ હરચંદભાઇ વાદી રહે. કાકરેજ વાળા એ પોતાના કબ્જા ની ઊંટ લારીમાં ટોપલામાં સંતાડી ભારતીય બનાવટનો વિદેશી દારૃ બોટલ નંગ ૩૩૬ ઝડપી પાડી હતી. તેમજ ઊંટલારી નો ચાકલ રાણાભાઇ ભીખાભાઇ વાદી રહે.વાંક તા.સાંચોર લારી સાથે જોડેલ ઊંટ ચલાવતો મળી આવી ગુન્હો કરેલ હોઇ તેમજ હરેશભાઇ પીરાભાઇ વેણ રહે.કુંભારડી તાલુકો વાવ વાળાએ વિદેશી દારૃનો જથ્થો આપી ગુન્હો કરેલ હોવાથી ત્રણે વિરૃદ્ધ માવસરી પોલીસે ગુન્હો નોંધી ઊંટલારી સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વુધ તપાસ હાથ ધરી હતી.

(5:52 pm IST)