મોડાસા નજીક પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
મોડાસા: તાલુકાના ગઢા(વડવાસા) નજીક માર્ગ પરના મહુડીવાળા વળાંકમાં પુરઝડપે હંકારાઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે માર્ગ પરથી પસાર થતા બાઈક ચાલકને ટક્કર મારી દઈ અકસ્માત સજર્યોહતો.આ અકસ્માતમાં બાઈક ચાલક અને સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ અકસ્માતને પગલે તાલુકાના જુના વડવાસા અને રસુલપુર ગામમાં ભારે આક્રંદ છવાયો હતો. જયારે મોડાસા રૃરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસા થી રણાસણ વાયા ગઢા વડવાસા માર્ગ ઉપર મંગળવારની પરોઢે પુરઝડપે અને બેફામ રીતે હંકારાઈ રહેલ અજાણ્યા વાહન ચાલકે માર્ગ પરથી પસાર થતા જુના વડવાસા ગામના બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અજાણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક અને સવાર મહિલા બંનેનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજયું હતું. જયારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો હતો. આ જીવલેણ અકસ્માતમાં જુના વડવાસા ગામના વક્તુસિંહ રૃપસિંહ મકવાણા ઉ.વ.૪૭ અને રસુલપુર ગામના રેખાબેન ધુળસિંહ મકવાણા ઉ.વ.૪૨ બંને જણા નું સ્થળ પર જ કરૃણ મોત નીપજતાં તાલુકાના સમગ્ર ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.જુના વડવાસા ગામના જસવંતસિંહ રૃપસિંહ નાઓએ મોડાસા રૃરલ પોલીસ સ્ટેશને આ અકસ્માતની જાણ કરતાં જ પોસઈ (ઈન્ચાર્જ) એસ.એફ.ચાવડા નાઓએ અજાણ્યા વાહન ના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.