ગુજરાત
News of Thursday, 6th May 2021

સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીના વધુ રિમાન્ડની માંગ

સુરત:શહેરના હજીરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનાર આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ આજે પુરા થતાં હજીરા પોલીસે આરોપીને વધુ રિમાન્ડની માંગ કર્યા વિના કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો.જેથી કોર્ટે આરોપીને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા નિર્દેશ આપ્યો હોવાની વિગતો સાંપડી છે.

હજીરા પોલીસે તા.30 મી એપ્રિલના રોજ લઘુશંકા કરવા ગયેલી પાંચ વર્ષીય બાળકી ને ચોકલેટની લાલચ આપીને અવાવરુ મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાના ગુનામાં મૂળ મધ્યપ્રદેશ રીવા જિલ્લાના વતની આરોપી સુજીત મુન્નાલાલ સાકેતની ધરપકડ કરી હતી.ભોગ બનનાર બાળકીના પિતા સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપી સુજીત સાકેતે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. કેસમાં આરોપી સુજીતને ગયા રવિવારે પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ રજુ કરીને ગુનાની તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપીના વીર્યનું સેમ્પલ લેવા ઉપરાંત મોબાઈલના સીડીઆર,એસડીઆર તથા કોલ ડીટેલ્સ મેળવવાની છે.આરોપીઓગુના આચરતા પહેલા કરેલી આગોતરી તૈયારી અંગેની તપાસ હાથ ધરવાની છે.જેને કોર્ટે મંજુર કરીને આરોપીને તા.5મી મે સુધીના  રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતા.જેની અવધિ આજે પુરી થતાં હજીરા પોલીસના તપાસ અધિકારી વધુ રિમાન્ડની માંગ કર્યા વિના આરોપીને કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો.જેથી કોર્ટે આરોપી સુજીત સાકેતને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હોવાની વિગતો સાંપડી છે.

 

(5:35 pm IST)