ગુજરાત
News of Thursday, 6th May 2021

તરોપા બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં ચારથી વધુ મુસાફરો બેસાડનાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના તરોપા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આમલેથા પોલીસે રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલાક સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પીએસઆઇ એસ.ડી. પટેલ એ આપેલી ફરીયાદ મુજબ વસંતભાઇ ઝીણાભાઇ વસાવા,રહે. કુમસગામ, તા.નાંદોદ નાઓ એ પોતાની ઓટો રિક્ષા મા ચાર થી વધુ પેસેન્જરો બેસાડી જીલ્લા મેજી.ના જાહેરનામા નો ભંગ કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(11:05 pm IST)