News of Saturday, 6th April 2019
કલોલના ખાત્રજમાં ભેદી સંજોગોમાં પટ્ટાવાળાએ કોલેજની ઓરડીમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કલોલ:ખાત્રજમાં આવેલી આલ્ફા કોલેજની ઓરડીમાં પટાવાળાએ લોખંડની એંગલ પર પટ્ટાવડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ દોડી આવી હતી અને આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી. જો કે યુવકે ક્યા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય હજુ સુધી પોલીસ જાણી શકી નથી.
કલોલના ખાત્રજમાં આવેલી આલ્ફા કોલેજની ઓરડીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષીય શૈલેષ સહવિરસિંહ પાલની ફાંસો ખાધેલી હાલતમાં તા.૪ એપ્રિલની સવારે લાશ મળી હતી. મૃતકનો પિતરાઇભાઇ અવધેશ પાલ ભોંયણની કંપનીમાં નોકરી કરે છે અને શૈલેષ સાથે ઓરડીમાં રહે છે.
(5:29 pm IST)