ગુજરાત
News of Monday, 6th March 2023

શહેરાવ ગામની નર્મદા નદીના પટમાંથી દારૂની હેરાફેરી કરતાં બે શખ્સને રૂ.૬૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા કડક નિર્દેશો અને સુચનાનાં પગલે તેમજ હાલમાં હોળી- ધુળેટી પર્વ નિમીતે રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચના અનુસંધાને જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને પ્રોહી.વોચમાં રહી કામગીરી કરવાની સુચના કરતાં બાતમીદારથી બાતમી મળેલ કે, શહેરાવ ગામના નર્મદા નદીના પટમાં કેટલાંક ઇસમો દારૂની હેરાફેરી કરે છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ વોચ ગોઠવી શહેરાવ ગામ પાસે નર્મદા નદીના પટમાં બે શખ્શો મોટર સાયકલ ઉપર શંકાસ્પદ વસ્તુ લઇ જતા હોય તેમને રોકી તપાસ કરતાં ઇગ્લીશ દારૂની બોટલો તથા કવાટરીયા નંગ-૨૪૬ કિ.રૂ.૨૯૪૦૦ નો મુદ્દામાલ મળી આવતા મોટર સાયકલ ચાલક (૧) ગજેન્દ્રસિંહ માનસિંહ પરમાર (રહે. શહેરાવ તા.નાંદોદ) (૨) રણજીતસિંહ મનુસિંહ મોરી (રહે.શહેરાવ તા.નાંદોદ જી.નર્મદા)નાને પ્રોહીબીશનના કામે અટક કરી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૬ તથા બે મોટરસાયકલ કિ.રૂ. ૪૦,૦૦૦ તથા એક મોબાઇલ મળી કુલ કિ.રૂ.૬૯,૯૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

 

(10:43 pm IST)