News of Monday, 6th March 2023
સુરતમાં વાતાવરણ પલટાયુ : અંધારૂ છવાયુ : વરસાદ શરૂ
બપોરે ૨:૩૦ વાગ્યા આસપાસ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે : અંધારૂ છવાયુ છે અને વિજળીના ચમકારા અને કડાકા - ભડાકા વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ થયો છે : સોસીયો સર્કલ, મજૂરા ગેટ, ઘોડદોડ રોડ સહિતના લગભગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે : આજે રાત્રે અનેક સ્થળે હોલીકા દહન છે અને તેના છાણા પણ ગોઠવાઈ ગયા છે ત્યારે છાણા પણ પલળી જશે
(3:52 pm IST)