ગુજરાત
News of Monday, 6th March 2023

નર્મદા ડેમની સુરક્ષા કરતા SRP ના બે જવાનો વિદેશી દારૂની હેરાફેરી કરતા LCB પોલીસે ઝડપી પાડ્યા

મધ્યપ્રદેશના બખતખર પાસેથી માલ ભરી કેવડિયા તરફ કેનાલ માર્ગે આવતા હતા અને સમશેરપુરા કેનાલ પાસે LCB પોલીસે ઝડપી 2 કોન્સ્ટેબલોની કરી ધરપકડ એક વેપારી ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હોળીના તહેવારમાં વધુ રોકડી કરવા બુટલેગરો તો સક્રિય થઇ ગયા હતા પરંતુ નર્મદા બટાલિયન SRP જૂથ 18માં ફરજ બજાવતા અને SRP  સ્ટાફ ક્વાટર માં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા હતા તેઓ પોતાની કારમાં 38 હજાર નો દારૂ ભરી આવતા મુદ્દામાલ સાથે LCB પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે દારૂની હેરાફેરીનો કેશ બનાવી બંનેની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર કેવડિયા SRP ગ્રુપ કેમ્પ ક્વાટર રાજીવન બી. 3/79 કેવડિયા કોલોનીમાં રહેતા અને મૂળ ભાવનગર ઘોઘા તાલુકાના ગુંદી ગામના અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ, અને રાજીવવાં બી 2/201માં રહેતા વરશનભાઈ તેરસિંગ ભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની LCB નર્મદાને બાતમી મળી હતી

 સાથે આજે મોટો જથ્થો પોતાની કારમાં લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પી.આઈ.ની સૂચના હેઠળ પીએસઆઇ જે.બી.વસાવા પો.હે.કો. મુનીર બળવંતસિંહ સહિત ટીમ સમશેરપુરા કેનાલ પાસે ચેકીંગ કરતા હતા. એવા સમયે સમશેરપુરા કેનાલ પાસેથી અર્જુનસિંહ ગોહિલ અને વરશન રાઠવા નીકળવા જતા. પોલીસે ગાડી ચેકીંગ કરી ત્યારે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો અંદાજિત 38,400 નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી પોલીસે કબ્જે કરી અને બંને SRP જવાનોની પણ ધરપકડ કરી તેમની પાસેના રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, તથા કાર મળી કુલ 2,50,110 ના મૂદ્દામાલ સાથે ધરપક કરી તેઓ ક્યાંથી આ વિદેશી દારૂ લાવ્યા ત્યારે જણાવ્યું કે માધ્ય પ્રદેશના અલી રાજપુરના સેંઢવા તાલુકાના વખતઘઢ ગામના ઇબ્રાહિમ ગુલાબસિંહ ચૌહાણ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ગરુડેશ્વર પોલીસ માં ત્રણ સામે ગુનો  દાખલ કર્યો છે

 

(10:38 pm IST)