ગુજરાત
News of Saturday, 6th March 2021

વડોદરામાં સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 થયો : મૃતક નરેન્દ્ર સોનીના પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ

વાસ્તુદોષ કરાવવાના બહાને જ્યોતિષીઓએ મોટી રકમ પડાવી હતી. ફરિયાદમાં અલગ અલગ જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આરોપ

વડોદરામાં સોની પરિવારના આપઘાતનો કેસમાં વધુ એક મૃત્યુ થયું છે સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીનું પણ મૃત્યુ થયું છે. દીપ્તી સોની વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા હતા. પરિવારના 6 સભ્યોમાંથી 4 સભ્યોના મૃત્યુ થયા છે.

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત મામલે વધુ એક વળાંક સામે આવ્યો છે. પરિવાર સાથે વાસ્તુ શાસ્ત્રને લઈ ખુલાસો થયો છે.  જેને લઈ વડોદરા પોલીસે અમદાવાદમાં તપાસ શરૂ કરી છે. વાસ્તુદોષ કરાવવાના બહાને જ્યોતિષીઓએ મોટી રકમ પડાવી હતી. ફરિયાદમાં અલગ અલગ જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3 લોકોના તુરંત મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી દિપ્તી સોનીનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે.

કયા કયા જ્યોતિષીઓએ પડાવ્યા નાણાં?

1. સમીર જોષી, રહે રાણીપ, અમદાવાદ
2. હેમંત જોષી, ગોત્રી કેનાલ પાસે, વડોદરા
3. વિજય જોષી, અમદાવાદ
4. અલકેશ જોષી, અમદાવાદ
5. સાહિલ વોરા, આર્યુવેદીક ત્રણ રસ્તા, વડોદરા
6. સ્વરાજ જ્યોતિષ, અમદાવાદ
7. પ્રહલાદ, અમદાવાદ
8. દિનેશ, અમદાવાદ
9. અજાણ્યો સક્ષ, પુષ્કર

(9:01 pm IST)