ગુજરાત
News of Saturday, 6th March 2021

ધમણ મશીન માટે સરકારે એક રૂપિયો ખર્ચ કર્યો નથી. તો પછી પ્રશ્ન ઉપસ્થિત થતો નથી : મુખ્યમંત્રી રૂપાણી

ધારાસભ્ય અમીત ચાવડાએ ધમણના નામે સરકારે ધંધો કર્યો એવા આક્ષેપ કરતા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવાયો : મુખ્યમંત્રીએ કહ્યું રાજકોટની એક પાર્ટી તરફથી સરકારને 900 ધમણના મશીનો વિનામૂલ્યે આપ્યા

ગાંધીનગર: કોરોનાના કપરા કાળ દરમિયાન દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાયેલા ધમણ મશીનના મામલો વિધાનસભામાં ચગ્યો હતો. આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેનારા ધારાસભ્ય અમીત ચાવડાએ ધમણના નામે સરકારે ધંધો કર્યો છે તેવું બોલતાં જ શાસક પક્ષના સીનીયર ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો

 જો કે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભા ગુહને રાજયપાલે કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાંઓની જાણકારી આપી હતી. તે વખતે વિરોધ પક્ષે ધમણના મુદ્દે કરેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજકોટની એક પાર્ટી તરફથી સરકારને 900 ધમણના મશીનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ અંગે સરકારે એક રૂપિયો ખર્ચ કર્યો નથી. તો પછી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી

14મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના આજે ચોથા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડાએ ધમણ મશીનમાં સરકારે ધંધો કર્યો હોવાનું જણાવ્યું હતું. તુરત જ ભાજપના સીનીયર ધારાસભ્ય અને રાજયના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતાં જણાવ્યું હતું કે, ધંધો શબ્દનો ઉપયોગ કરી શકે નહીં. અને સરકારે ધમણ મશીનમાં કોઇ ખર્ચ કર્યો નથી. તેથી તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

દરિમયાનમાં રાજયપાલના સંબોધન પર ચર્ચાનો આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો. રાજયપાલના આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભા ગુહને સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાંઓની જાણકારી આપી હતી. તે વખતે વિરોધ પક્ષે ધમણના મુદ્દે કરેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજકોટની એક પાર્ટી તરફથી સરકારને 900 ધમણના મશીનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ અંગે સરકારે એક રૂપિયો ખર્ચ કર્યો નથી. તો પછી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

(8:09 pm IST)