ગુજરાત
News of Saturday, 6th March 2021

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરમગામ ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો: મહિલાઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (સંલગ્ન) પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચ માધ્યમિક આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે કે.બી શાહ વિનય મંદિર વિરમગામ ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

 આ કાર્યક્રમનું આયોજન પ્રાથમિક-માધ્યમિક શૈક્ષિક સંઘના મંત્રી વિજયભાઈ સોલંકી,  સુનિલભાઈ રાવલ, હર્ષલભાઈ દવે,  તેમજ તેજશભાઇ વજાણી દ્વારા કરવામાં આવ્યું હતું.  શાળાના આચાર્ય  અલ્કેશભાઇ દવે અને સીડીપીઓ મિતાબેન જાની ની ઉપસ્થિતિમાં આયોજિત માતૃ શક્તિ વંદના કાર્યક્રમમાં વિરમગામ શહેર તાલુકા વિસ્તારમાં વિવિધ સેવા કાર્યો સાથે જોડાયેલ બ્રહ્માકુમારી ધર્મિષ્ઠાદીદી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ સમરસતાની ધરોહર એવા સફાઈ કામદાર મહિલાઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.  તેમજ આમંત્રિત મહિલાઓને સન્માનપત્ર અને ઉપહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

(7:56 pm IST)