ગુજરાત
News of Saturday, 6th March 2021

તા.૮ માર્ચ વિશ્વ મહિલા દિન:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજના લાભાર્થીના હસ્તે ચેક વિતરણ

અમદાવાદ :તા. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સવારે ૧૦-૩૦ વાગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ચેક વિતરણ કરાશે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતિ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ.આઇ.સી.સાથે એમ.ઓ.યુ. તથા આ યોજના અંતર્ગત એલ.આઇ.સી.ને રૂા.૨૨ કરોડનો ચેક અર્પણ કરાશે. રાજ્યવ્યાપી ડી.બી.ટી. પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદવેતનના ચુકવણાનો પ્રારંભ કરાશે. આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ કરાશે. મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દીકરી યોજના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે.

(7:24 pm IST)