ગુજરાત
News of Saturday, 6th March 2021

ભાજપે કે રાજમેં સબ બિકતા હૈ ક્યાં? `Govt of i ndia Pvt. Ltd' અબ દૂર નહીં : શંકરસિંહ વાઘેલા

સરકારી કંપનીઓના ખાનગીકરણ પર શંકરસિંહ વાઘેવાના સરકાર પર પ્રહાર કેન્દ્રને ખાનગી કંપની સાથે સરખાવી

અમદાવાદ : સરકારી કંપનીઓના ખાનગીકરણનો મામલે શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારને ખાનગી કંપની સાથે કરી સરખામણી કરતી પોસ્ટ મૂકીને તેમણે જણાવ્યું હતુ કે, સરકારના ખાનગીકરણના દિવસો દૂર નથી. 

  દર વર્ષે ભાજપ સરકાર એક ને એક વાયદાઓ કરે છે કે 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ આપીશું પણ આટલા વર્ષો વીત્યા છતાં નોકરીઓ આપી નથી શક્યા અને ખુદ સરકારના આંકડા મુજબ તેઓએ 4 વર્ષમાં માત્ર 1 લાખ નોકરી આપી છે જ્યારે મારી સરકારે 1996 માં 1 વર્ષની અંદર 1 લાખ સરકારી નોકરીઓ આપી હતી.

(6:54 pm IST)