ગુજરાત
News of Saturday, 6th March 2021

ગાંધીનગર એલસીબીની ટીમે રાયસણમાં વિદેશી દારૂના ગોડાઉનમાં દરોડા પાડી વિદેશી દારૂની 1016 બોટલ જપ્ત કરી 6 શખ્સોની ઝડપી પાડયા

ગાંધીનગર : જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી દિશામાં કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાયસણની સીમમાં રહેતાં જોરૃભાઈ બીજલભાઈ મકવાણા વિદેશી દારૃનો જથ્થો રાખે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં સ્થળેથી જોરૃ બીજલભાઈ મકવાણા રહે.જે-૧૧કીર્તીધામ વાવોલ અને કિશોર શંકરભાઈ મારૃદા રહે.સી-૩૦૮ લાભ રેસીડેન્સી પેથાપુર મળી આવ્યા હતા અને મકાનમાં મીનરલ પાણીની બોટલોની પાછળ વિદેશી દારૃની ર૮૫ બોટલ પણ મળી આવી હતી. આરોપીઓની વધુ પુછપરછમાં દારૃનો અન્ય જથ્થો પણ આવવાનો હોવાની બાતમી મળી હતી જેના પગલે પોલીસે વોચમાં રહી દારૃ ભરીને આવેલા પીકઅપ ડાલાને ઝડપી લીધું હતું અને તેમાંથી પ્રકાશ કનાજી ઉર્ફે કનૈયાલાલ ડાંગી રહે.ઉદેપુર રાજસ્થાનકમલચંદ ભૈરવજી ડાંગી ઉદેપુર રાજસ્થાન અને ગુણવંતલાલ લાભશંકર મહેતા રહે.મકાન નં.ર૯ લધ્બી સોસાયટી દહેગામને ઝડપી પાડયા હતા અને ડાલામાંથી ૭૩૧ વિદેશી દારૃનો બોટલ કબ્જે કરી હતી. જયારે કાર સાથે ડાલાનું પાયલોટીંગ કરનાર રાકેશ ચંદ્રકાંત અમીન રહે.મકાન નં.૩૯ શ્રીજી કુંજ બંગલોઝ દહેગામને પણ ઝડપી લીધો હતો અને કુલ ૧૪.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

(5:24 pm IST)