ગુજરાત
News of Saturday, 6th March 2021

ગાંધીનગર:કુડાસણમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ગઠિયા 1.47 લાખ ભરેલ પર્સ સેરવી છૂમંતર......

ગાંધીનગર:જિલ્લામાં ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે કુડાસણમાં રહેતા વૃધ્ધને પથિકાશ્રમથી રીક્ષામાં બેસાડીને ગઠીયાઓએ તેમનું .૪૭ લાખ રૃપિયા ભરેલું પર્સ સેરવી લીધું હતું. - ઉતર્યા ત્યારે વૃધ્ધને પર્સ ચોરાયાનો અંદાજ આવ્યો હતો જેથી આ સંદર્ભે તેમના પુત્રને જાણ કર્યા બાદ સે-ર૧ પોલીસને બનાવથી વાકેફ કરી હતી. જેના આધારે પોલીસે રીક્ષામાં સવાર અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો નોંધી પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગરમાં યેનકેન પ્રકારે નવી નવી મોડેશ ઓપરેન્ડીથી લોકોના રૃપિયા સેરવી લેતી ગઠીયા ગેંગ સક્રિય થઈ છે ત્યારે શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતા વૃધ્ધ પણ રીક્ષામાં આવેલી ગઠીયા ગેંગનો શિકાર થયા છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની સહજાનંદ સોસાયટીમાં મકાન નં.-/૧૦૩માં રહેતાં રમેશભાઈ ત્રિકમલાલ પટેલ - પાસે હેન્ડીક્રાફટ પ્રદર્શનોનું આયોજન કરે છે. ગઈકાલે સવારના સમયે તેઓ તેમના ઘરેથી કારીગરોના પગારના રૃપિયા અને ગાડી ભાડાના .૪૭ લાખ રૃપિયા તેમની કાળા રંગની બેગમાં મુકીને કુડાસણ ચાલતા પહોંચ્યા હતાજયાંથી રીક્ષામાં બેસી તેઓ પથિકાશ્રમ આવ્યા હતા અને પથિકાશ્રમથી - જવા માટે અન્ય એક રીક્ષામાં સવાર થયા હતા. રીક્ષા સે-૧રમાં જવાના કટ તરફ વળી ત્યારે ચાલકે રીક્ષા ઉભી રાખી દીધી હતી અને આગળ બેઠેલા રમેશભાઈને પાછળ બેસવા કહયું હતું અને જયાંથી અન્ય એક વ્યક્તિ આગળ આવીને બેસી ગઈ હતી. ત્યારબાદ - ખાતે તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમણે બેગમાં તપાસ કરતાં .૪૭ લાખ રૃપિયા જણાયા નહોતા જેથી રીક્ષામાં સવાર ગઠીયાઓ ચોરી ગયા હોવાનો અંદાજ આવ્યો હતો અને સંદર્ભે તેમના પુત્રને જાણ કર્યા બાદ સે-ર૧ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ગઠીયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી હતી.

(5:24 pm IST)