ગુજરાત
News of Saturday, 6th March 2021

સુરતના નવસારીની નિરાલી મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલનો ઉપરાષ્‍ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્‍તે શિલાન્‍યાસ

નવસારી: ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું હતું. હોસ્પિટલ આઠ એકરમાં એમ કે નાયક હેલ્થ કોમ્પ્લેક્ષના માળમાં 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી કેન્સર હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે આશીવાદરૂપ બનશે.

નવસારી જીઆઈડીસીની સામે નેશનલ હાઈવે નંબર 48 ને અડીને અદ્યતન એવી સ્પેશિયાલિટી નિરાલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમા કેન્સર સામેની લડાઈમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સાથ સહકાર આપવાનો છે. હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, કાડીયોલોજી અને કાડીયોથોરાસિક સર્જરી, નીઓનેરોલોજી સહિત પીડિયાટિકસ, ઓલ્સ્તેટિકસ અને ગાયનોકોલોજી, ઓથોપેડીક સારવાર સાથે કેન્સરનાં દર્દીઓની સારવાર કરવા હાઇ એન્ડ લિનિયર એકસલરેટર, હિસ્ટોપેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, યુએસજી, ડિજિટલ એકસરે અને મેમોગ્રાફીથી લઇને સીટી સીમ્યુલેટર્સ, બ્રેકીથેરપી ઓપીડી તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર સુધીની સેવા પ્રદાન કરવા સજ્જ છે.

માળમાં 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી કેન્સર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું શિલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કર્યું હતું. પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જીવનમાં શેર નસ કેરનો મંત્ર અપનવો જોઈએ. કોવિડે તમામને હેલ્થનું મહત્વ શીખવાડ્યું. પ્રશ્ચિમ કલચરને મહત્વ આપવું નહિ અને દિવસમાં એકવાર કસરત કરવી જરૂરી છે. ભારતમાં અન્ય બીમારીઓથી 60 ટકા મૃત્યુ થાય છે. લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.

(4:56 pm IST)