ગુજરાત
News of Saturday, 6th March 2021

૨૦૨૨ સુધીમાં પીવાના પાણીના નવા ૧૭ લાખ જોડાણ અપાશેઃ વિજયભાઈ

પીવાના પાણીની સમસ્યાનો અંત લાવવા સરકાર કટીબદ્ધ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૬ :. આજે ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પીવાના પાણીને લઈને આદિવાસી વિસ્તારમાં સ્વ જલધારા અને સેકટર રિફોર્મ યોજના અંતર્ગત ગૃહમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વરસાદી પાણી આધારીત થઈ ચૂકયુ છે.

૯ હજાર ગામોમાં ચાર કરોડ લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે છે. ૨૦૨૨ સુધીમં ૧૭ લાખ પીવાના પાણીના જોડાણો આપવામાં આવનાર છે. આમ પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે.

(2:49 pm IST)