ગુજરાત
News of Saturday, 6th March 2021

રાજ્ય સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ છેલ્લા બે વર્ષમાં 24 કરોડનો ધુમાડો કર્યો

પ્લેન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનન્સ અને પાઇલોટ સહિતનો ખર્ચ કર્યો

અમદાવાદ : રાજ્ય સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ મેઇન્ટેનન્સ અને પાઇલોટ સહિત કેટલો ખર્ચ કર્યો તેની વિગત દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માગવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન 2019માં પ્લેન માટે 3 કરોડ 59 લાખ 92 હજાર 310નો ખર્ચ 2019માં હેલિકોપ્ટર માટે 3 કરોડ 41 લાખ 46 હજાર 540નો ખર્ચ અને 2020માં પ્લેન માટે 13 કરોડ 31 લાખ 32 હજાર 600નો ખર્ચ 2020માં હેલિકોપ્ટર માટે 3 કરોડ 36 લાખ 88 હજાર 620નો ખર્ચ કરવામાં આવ્યો છે.

(10:46 am IST)