ગુજરાત
News of Saturday, 6th March 2021

સૈન્ય સ્તરમાં જોખમના સ્વરૂપ બદલાશે : સામનો કરવામાં શસ્ત્ર દળોની ભૂમિકા મહત્વપૂર્ણ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા

રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા.જયા નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી.એ.શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેવડિયા ડિફેન્સની કોન્ફરન્સમાં જણાવ્યું કે આવનાર દિવસોમા સૈન્ય સ્તરમાં જોખમના સ્વરૂપ બદલાશે તે માટે જોખમોનો સામનો કરવામાં શસ્ત્ર દળોની ભૂમિકા મહત્વપૂર્ણ છે યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે.  

સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે હાલ ચાલુ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જોડાયા હતા.ત્યાં તેઓએ ઉદ્ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.તેમણે સૈન્ય સ્તરના જોખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી.

રાજનાથ સિંહે પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને એને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન, સંશોધન અને વિકાસ વિભાગના સચિવો તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકારે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે વિવિધ પ્રસ્તુત પાસાઓ પર તેમના વિચારો પણ વહેંચ્યા હતા

સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી, જેમાંથી કેટલીક ચર્ચા બંધબારણે થઈ હતી.આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો.તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી, જેમાં ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યાં હતાં

વડાપ્રધાન મોદી આજે (6/03/2020) કેવડિયા સવારે 8.50 કલાકે આવશે ડિફેન્સ કોન્ફરન્સમાં સંબોધન કરશે.કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ડિફેન્સની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં શનિવારે સવારે 8.50 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને તેઓ કેવડિયા હેલિપેડ ઉતરાણ કર્યા બાદ સીધા કોન્ફરન્સમાં જવા રવાના થશે.કોન્ફરન્સમાં તેઓનું સંબોધન થશે.ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, દેશની ત્રણેય પાંખના વડા તેમજ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021માં આવેલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તેઓ લંચ ટેન્ટસિટીમાં લેશે અને 3.30 કલાકે કેવડિયાથી અમદાવાદ જવા રવાના થશે

 

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમે એક દેશ તરીકે સલામત અને સ્થિર વાતાવરણ બનાવવાની અમારી ક્ષમતાને મજબૂત બનાવવાનું વિચારી રહ્યા છીએ જે ભારતના આર્થિક વિકાસને સરળ બનાવી શકે.અમારી ઉન્નત સંરક્ષણ ક્ષમતાઓ આકસ્મિક પરિસ્થિતિ માટે વધુ સારી રીતે તૈયાર થવા દેશે.અમારા રાષ્ટ્રીય હિતો રાષ્ટ્રીય એકતા, સાર્વભૌમત્વ, સમાજશાસ્ત્ર-આર્થિક વિકાસ, આપણા મૂલ્યોનું સંરક્ષણ અને શાંતિપૂર્ણ અને સુમેળભર્યું ક્ષેત્ર અને વિશ્વના તત્વો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અમે પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે અને પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો આપણા દેશના હિતોનું રક્ષણ કરવામાં સક્ષમ છે.ભારતે સમાન સલામતી હિતોને આગળ વધારવા માટે સમાન વિચારધાર ધરાવતા દેશો સાથે સંબંધો અને ભાગીદારી ઉભી કરી છે.અમે સશસ્ત્ર દળોમાં જોઈન્ટનેસ વધારવા તરફ કામ કરી રહ્યા છીએ.આપણા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને માનવશક્તિના તર્ક સંગતકરણ દળો વચ્ચે સંયુક્તતા અને વધુ સારા સંકલનની ચાવી ધરાવે છે.સરહદો પર ભારતના પ્રતિભાવથી કેટલાક નોંધપાત્ર મુદ્દાઓના હકારાત્મક અને શાંતિપૂર્ણ નિરાકરણમાં મદદ મળી છે. તાજેતરના પૂર્વી લદ્દાખ અવરોધ દરમિયાન સૈનિકો દ્વારા પ્રદર્શિત નિ:સ્વાર્થ હિંમતને હું સલામ કરું છું

(11:28 pm IST)