ગુજરાત
News of Saturday, 6th March 2021

સાગબારાના નાલાકુંડ ગામ પાસેથી બોલેરોમાંથી રૂ.૫૭,૬૦૦ના પ્રોહી. મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં ગે.કા.પ્રવૃતિ આચરતા લોકોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા કાર્યવાહિ કરવા આપતા રાજેશ પરમાર ના.પોલીસ અધિક્ષક,રાજપીપળા ડીવિઝન ના માર્ગદર્શન હેઠળ એસ.એમ.રાઠવા પો.સબ. ઈન્સ.સાગબારા પોલીસ સ્ટેશનની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો દ્વારા નાલાકુંડ ગામ પાસે રોડના નાળા ઉપર નાકાબંધી દરમ્યાન બોલેરો પ્લસ ગાડી નંબર. MH 19.AP.I763 માં રાજ્યાભાઈ દિવાલીયાભાઈ વસાવે રહે.ડાબ,તા. અલકુવા,જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)એ પોતાના કજામાંની બોલેરો ગાડીમાં ગે.કા.વગર પાસ પરમીટે વિદેશી દારૂના પ્લાસ્ટીકના કુલ કવાટરીયા નંગ- ૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦ તથા બિયર નંગ-૧૯૨ કિ.રૂ. ૧૯,૨૦૦ મળી કિ.રૂ.૫૭,૬૦૦નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઈલ ફોન-૦૧ તથા બોલેરો પ્લસ ગાડી -૦૧ આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૨,૦૮,૬૦૦  ના મુદામાલ સાથે પકડી આ મુદ્દામાલ મંગાવનાર અલ્પેશભાઈ દમણીયાભાઈ વસાવા (રહે.દેવમોગરા તા.સાગબારા, જી. નર્મદા ) ને વોન્ટેડ જાહર કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવી છે

(11:09 pm IST)