ગુજરાત
News of Saturday, 6th March 2021

વહેલામાં વહેલી તકે રાજ્યભરમાં સગવડયુકત પંચાયત મકાનો બનાવવા નવી નીતિ લાવવાનું અમારુ આયોજન છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ કે રાજ્યભરમાં ગ્રામ્ય સચિવાલયના મકાનોને વહેલામાં વહેલી તકે અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવા વિશેષ આયોજન કરી રહ્યા છીએ. ભૂતકાળમાં ગ્રામપંચાયતોના મકાનો નહોતા બનતા તે કરતા અનેકગણા મકાનો અત્યારે બન્યા છે. હજુ વધુને વધુ મકાનો બનાવવાનો અમારો લક્ષ્યાંક છે.
   ૧૪માં નાણાપંચમાં ભારત સરકાર દ્વારા ખૂબ મોટી રકમની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. ATVT, આયોજન, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી સહિતની જે ગ્રાન્ટ મળે છે તે ગ્રાન્ટમાંથી સંયુક્ત રીતે ફાળો એકત્રિત કરીને રાજ્યની તમામ ગ્રામપંચાયતોમાં સુવિધાયુક્ત મકાનો બનાવવાની નવી નીતી લાવવાની અમારી વિચારણાછે. જેને ચાલુ બજેટસત્રમાં ફાળવવાની અમારી તૈયારી છે, જેના થકી દરેક જગ્યાએ ગ્રામપંચાયતનું  મકાન  વહેલામાં વહેલી તકે સગવડયુક્ત બનશે.

(7:30 pm IST)