ગુજરાત
News of Tuesday, 6th March 2018

ઝાલોદના ગામડી રોડ પર નકલી ડોક્ટર બની લોકોને છેતરનાર બનાવટી ડોક્ટરને પોલીસે રંગે હાથે ઝડપ્યો

ઝાલોદ:ના ગામડી રોડ ઉપર શુભમ ક્લિનીકના નામે દવાખાનુ ચલાવતો જ્યંતી પ્રજાપતિ નામના બોગસ ડોક્ટરને ઝાલોદ આરોગ્ય અધિકારીની ટીમે ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ શહેરના ગામડી રોડ ઉપર શુભમ ક્લિનીકના નામે ખાનગી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા બોગસ તબીબને ઝાલોદ તાલુકા આરોગ્ય હેલ્થ ઓફિસર ડી.કે.પાંડેની ટીમે ઝડપી પાડ્યો હતો.

ઝાલોદ તાલુકામાં છેલ્લા ૩ માસથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરનારા તબીબોની સંખ્યા વધતી જઈ રહી છે અને નિર્દોષ આદિવાસી પ્રજાના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. ત્યારે આજે ઝાલોદ શહેરના ગામડી રોડ ઉપર આવેલ શુભમ ક્લિનીકના નામે ક્લિનીકના નામે મોતની હાટડી ચલાવતા જ્યંતિ પ્રજાપતિને ત્યાં ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી અને ઝાલોદ પોલીસના સંયુક્ત ટીમે ગામડી ચોકડી ઉપર આવેલ શુભમ ક્લિનીક ઉપર છાપો માર્યો હતો. અને જ્યંતી પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. આરોગ્ય અધિકારીએ તપાસ કરતા જ્યંતી પ્રજાપતિ જાતે જ દર્દીઓને તપાસ કરતા હતા અને પોતે કોઇ ડિગ્રી ધરાવતા નથી.

(6:20 pm IST)