News of Tuesday, 6th March 2018
વડોદરાના બંધ મકાનમાં જુગાર રમતા ૧૪ યુવકોની ધરપકડઃ ૧૬ મોબાઇલ અને ૬ વાહનો સાથે રૂા. ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાઃ શહેરમાં 14 જુગારીઓ ઝડપાયા છે. વાસણા રોડ પર આવેલ બંધ મકાનમાં જુગારીઓ જુગાર રમતા હતા. બાતમીના આધારે SOGની ટીમે જુગારીઓ ઝડપ્યા છે.
પોલીસે રૂ 2.2 લાખની રોકડ, 16 મોબાઇલ અને 6 વાહનો કબ્જે કર્યા છે. 14 યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 12.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. દ્વારા મેહુલના ભોગવટા ભાડાવાળા મકાન ખાતે જુગાર અંગે રેઇડ કરી હતી. જેમાં ૧૪ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
(6:22 pm IST)