ગુજરાત
News of Monday, 6th February 2023

તિલકવાડા વરવાડાના ડે.સરપંચ અને માજી સરપંચ વિરૂદ્ધ એટ્રોસીટીની ખોટી ફરિયાદ આપનાર સામે ગુનો નોંધાયો

તિલકવાડા વરવાડાના ડે.સરપંચ અને માજી સરપંચ વિરૂદ્ધ એટ્રોસીટીની ખોટી ફરિયાદ દાખલ કરવા અગાઉથી કાવતરું રચાયું હતું: એટ્રોસિટીની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા બદલ ચાર શખ્શો વિરૂદ્ધ તિલકવાડા પોલીસે ફરિયાદ દાખલ કરતા ચકચાર:તિલકવાડા તાલુકાના વરવાડા ગ્રામ પંચાયતનાં ડે.સરપંચ તેમજ માજી સરપંચ વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ બાદ પીએસઆઈએ જાતે તપાસ હાથ ધરી ફરિયાદ ખોટી હોવાનું પુરવાર કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપલા: તિલકવાડા વરવાડાના ડે.સરપંચ બરકતુલ્લા કીરીટસિંહ રાઠોડ તેમજ માજી સરપંચ રાજેશભાઇ ભુરાભાઇ તડવી વિરૂદ્ધ (1)અંબુભાઇ નરસિંહભાઇ વણકર (2) ગોપાલસિંહ માનસિંહ ચાવડા (3) લાલજીભાઇ દેસાઇભાઇ રબારી (4) અરવિંદભાઇ ભુલાભાઇ તડવીએ જાનથી મારી નાખવાની તથા એટ્રોસીટીની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાવી હતી.જો કે તિલકવાડાના પીએસઆઈએ આ મામલે તપાસ હાથ ધરતા ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થતા ફરિયાદ કરનાર એ તમામ વ્યક્તિઓ વિરૂદ્ધ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે.

આ ફરિયાદ નોંધાવ્યા બાદ તિલકવાડા વરવાડાના ડે.સરપંચ બરકતુલ્લા કીરીટસિંહ રાઠોડે આ ફરિયાદ ખોટી હોવા બાબતની તિલકવાડા પોલીસ મથકમાં અરજી કરી હતી.એ અરજીના અનુસંધાને તિલકવાડા પીએસઆઈ એ.જી.ખોથે સમય અને સ્થળની તપાસ કરતા ડે.સરપંચ બરકતુલ્લા કીરીટસિંહ રાઠોડ વડોદરા હોવાનું માલુમ પડ્યું હતું.પોલીસે વડોદરા કમાંડ કંટ્રોલ માંથી ડે.સરપંચની ગાડીના સી.સી.ટી.વી ફૂટેજ અને મોબાઈલ ટ્રેસ કરી માહિતી મેળવતા ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ આપનાર પૈકી એક વ્યક્તિને પીએસઆઈ એ.જી.ખોથે જવાબ લેવા બોલાવતા એણે પોલીસ સમક્ષ પોપટની જેમ બોલવા માંડ્યું હતું કે મોરીયા ગામની સીમમાં ગોપાલસિંહ માનસિંહ ચાવડાના કુવાવાળા ખેતરે અમે ભેગા થયા હતા.અને વરવાડા ગ્રામ પંચાયતના ડે.સરપંચ તથા માજી સરપંચ ગ્રામ પંચાયતની આર.ટી.આઈ ની માહિતી આપતા ના હોવાથી એમને ખોટા કેસમાં ફસાવી દેવાના ઇરાદાથી તિલકવાડા પો.સ્ટે.માં “ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જાતીવાચક શબ્દો બોલી" જેવા ખોટા આક્ષેપો વાળી ખોટી અરજી કરવાનું નક્કી થયું હતું

 

(10:24 pm IST)