News of Monday, 6th February 2023
અદાણી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો: રિલીફ રોડ પર આવેલ LIC ઝોનલ કચેરી બહાર દેખાવો યોજ્યા
------ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીસના વડપણ હેઠળ કોંગ્રેસે તપાસની માગ કરી
અમદાવાદ : અદાણી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલ LIC ઝોનલ કચેરી બહાર કોંગ્રેસે દેખાવો યોજયો હતો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીસના વડપણ હેઠળ કોંગ્રેસે તપાસની માગ કરી હતી. રોકાણકારોના હિતોની રક્ષા માટે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિમણૂંકની માગ કરી હતી.
(6:57 pm IST)