ગુજરાત
News of Saturday, 6th February 2021

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમ્યાન કોન્ટ્રાકટરની બેદરકારીથી પાણીની પાઇપ લાઈન તૂટતાં હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

બનાસકાંઠા:જિલ્લાના ડીસામાં આવેલ જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તૂટીજતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તેમજ પાઇપલાઇન  તૂટતા દુકાનદારો અને સ્થાનિક રહીશો કંટાળેલા લોકોએ આજે હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ સર્જાયું હતું.

ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિરની સામે છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ કાજ ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા રોડનું ખોદ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે પાણીની પાઇપ લાઈન તૂટી જતા ખાડામાં પાણીનો ભરાવો થતા માટીમાં પોલાણ  થતા દુકાનો પાયામાંથી ધરાસાઈ થવાની દુકાનદારોમાં ભીતિ સેવાઇ રહી છે. નગરપાલિકામાં બે દિવસથી  રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની પાઇપલાઈન કે રિપેરીગ ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવામાં મળ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટને રીપેરીંગ કામ કરવા માટે કહેતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને તેમજ દુકાનદારોનું ન સાંભળતા કોન્ટ્રાક્ટર તેમજ દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

(4:46 pm IST)